Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

હર્ષદ રીબડીયા, જવાહર ચાવડા, વિક્રમ માડમ, ઇસુદાન ગઢવીનો પરાજય

સૌરાષ્‍ટ્રમાં મોટો અપસેટ સર્જાયોઃ ભાજપ-આપના ઘુરંધરની હાર

(કૌશલ સવજાણી-વિનુ જોશી દ્વારા) ખંભાળીયા-જુનાગઢ તા.૮ : આજે સૌરાષ્‍ટ્રની વિધાનસભા ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો છે.

મોટો અપસેટઃ સૌરાષ્‍ટ્રમાં વિસાવદર બેઠક ઉપરથી આપ પાર્ટીના ઉમેદવાર ભૂપેન્‍દ્ર ભાયાણી ભાજપના હર્ષદ રીબડીયાને હરાવી વિજેતા થયા છે. હર્ષદભાઇ કોંગ્રેસમાંથી છેલ્લી ઘડીએ ભાજપમાં જોડાયા હતા અને ટિકીટ મેળવી હતી.

આ ઉપરાંત માણાવદર બેઠક ઉપર ભાજપના જવાહરભાઇ ચાવડાનો પરાજય થયો છે જયારે કોંગ્રેસના અરવિંદ લાડાણી વિજેતા થયા છે.

જયારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને મુખ્‍યમંત્રીનો ચહેરો ઇસુદાન ગઢવીનો પરાજય થયો છે.

ખંભાળીયા બેઠક ઉપર વિક્રમભાઇ માડમનો પરાજય થયો છે. તેઓ ર વખત કોંગ્રેસના સાંસદ અને એક વખત ધારાસભ્‍ય રહી ચુકયા છે.

(4:32 pm IST)