Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ભાવનગર જિલ્લાની સાત બેઠકો પૈકી ૬ ઉપર ભાજપનો ભવ્‍ય વિજય : એક બેઠક આપને ફાળે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૯ : ભાવનગર જિલ્લાની વિધાનસભા ની સાત બેઠકો  પૈકી છ બેઠકો પર ભાજપનો વિજય નિヘતિ બન્‍યો છે. જ્‍યારે ગારીયાધાર બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજય બને તેવી પૂરી શકયતા છે.

ભાવનગર ગ્રામ્‍ય બેઠકમાં પરસોતમ સોલંકી, ભાવનગર પૂર્વમાં સેજલબેન પંડ્‍યા, ભાવનગર પヘમિમાં જીતુભાઈ વાઘાણી, તળાજા બેઠક પર ગૌતમ ચૌહાણ, મહુવા બેઠક પર શીવાભાઈ ગોહિલ, પાલીતાણા બેઠક પર ભીખાભાઈ બારૈયાની જીત નિヘતિ, છેલ્લા રાઉન્‍ડોની ગણતરી શરૂઃ  સત્તાવાર જાહેરાત બપોરે ત્રણ સુધીમાં થઈ જાય તેવી શકયતા, ગારીયાધાર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતે તેવી પૂરી શકયતા છે.રાજ્‍યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ફરી ભાવનગર પヘમિ બેઠક ઉપર વિજય થયા છે જ્‍યારે માજી મંત્રી પરષોત્તમભાઈ સોલંકી પણ સતત છઠ્ઠી વખત વિજય બન્‍યા છે.

(4:25 pm IST)