Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

સુરેન્‍દ્રનગર પંથકમાં સૌથી વધુ પ૮ હજાર મત સાથે વઢવાણ ભાજપના ઉમેદવાર જગદીશ મકવાણાનો વિજય

(ફઝલ  ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૮:  સુરેન્‍દ્રનગર ની વઢવાણ બેઠક પર ૫૮ હજાર મતે જગદીશ મકવાણાની જીત થઇ છે. સુરેન્‍દ્રનગર જીલ્લાની તમામ બેઠકો પર સૌથી વધુ મતે જીતનાર ઉમેદવાર જગદીશ મકવાણા બન્‍યા છે. ૫૮ હજાર ની લીડ બાદ ભાજપના કાર્યકરોનો ઉત્‍સાહ સાતમા આસમાને પહોંચ્‍યો છે.હજુ પણ જિલ્લા ની અન્‍ય ૪ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે.વઢવાણનો ભાજપનો ગઢ જળવાયો છે. ભાજપ ના કાર્યકરો એ ઉજવણી પણ શરૂ કરી છે.

(4:21 pm IST)