Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ગીતાબા જાડેજાને ૪૩,૩૧૩ મતની લીડ મળી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૮ : ગોંડલ બેઠક પર થયેલા ૧,૪૨,૬૭૦ના મતદાન પૈકી ભાજપના ગીતાબા જાડેજાને ૮૪,૭૫૧ કોંગ્રેસના યતિષભાઇ દેસાઇને ૪૨,૩૯૧ આપના નિમિષાબેન ખુંટને ૧૨,૭૮૩ અપક્ષ મુકેશભાઇ વરધાનીને ૬૦૯ તથા નોટામાં ૨૧૩૬ મત મળ્‍યા છે. ભાજપના ગીતાબા જાડેજાને ૪૩,૩૧૩ની લીડ મળી છે.

ભાજપ પરનો વિશ્વાસ લોકોએ સાર્થક કરી બતાવ્‍યો : ગીતાબા

ગોંડલની બેઠક પર વટભેર બનેલા ભાજપના ગીતાબા જાડેજાએ કહ્યું કે લોકોએ ભાજપ પર મુકેલો વિશ્વાસ સાર્થક કરી બતાવ્‍યો છે. વિવાદને બદલે લોકોએ વિકાસને મત આપ્‍યા છે.

ગોંડલ બેઠક પર ભાજપને ઐતિહાસિક લીડ

ગોંડલ વિધાનસભા બેઠકના ઇતિહાસમાં ભાજપના ગીતાબા જયરાજસિંહ જાડેજાને પ્રથમવાર ૪૩,૩૧૩ ની ઐતિહાસિક લીડ મળી છે. ગીતાબાને કુલ ૮૬,૦૬૨ મત મળ્‍યા છે.

વિજયના વધામણા

ગુજરાતભરની નજર જે બેઠક પર હતી અને જ્‍યા બાહુબલીઓ વચ્‍ચે પ્રતિષ્‍ઠાનો જંગ જામ્‍યો હતો તેવી અતિ સંવેદનશીલ ગોંડલ બેઠક પર ભાજપના ગીતાબા જાડેજાનો વટભેર ઐતિહાસિક વિજય થયો છે.

પ્રથમ રાઉન્‍ડથી જ ગીતાબા આગળ ચાલી રહ્યા હોય ગોંડલમાં ચોરે ને ચૌટે ફટાકડા ફોડી લોકોને સ્‍વયંભુ જશ્‍ન મનાવી ભાજપના ભવ્‍ય વિજયને વધાવ્‍યો હતો. ગીતાબા જાડેજાના નિવાસસ્‍થાને હજારો સમર્થકો ઉમટી પડયા હતા. પુના, મુંબઇ, નાસિકથી બોલાવાયેલી બેન્‍ડ પાર્ટીના તાલે લોકોએ વિજયને વધાવ્‍યો હતો. 

(4:07 pm IST)