Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

સુરેન્‍દ્રનગર જીલ્લામાં પાંચેય બેઠક ઉપર ભાજપનો વિજય

પ્રથમ શુકનવંતી સીટ વઢવાણ ઉપર વિજય બાદ તમામ સીટોમાં વિજય મળ્‍યો

(ફારૂક ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૮ : સુરેન્‍દ્રનગર શહેરની વિધાનસભા બેઠક ઉપર પાંચે પાંચ બેઠકો પર ભાજપનો ભવ્‍ય વિજય થયો છે.

સુરેન્‍દ્રનગર જિલ્લામાં રસાકસી ભર્યા જંગમાં ત્રિપાઠીયો જંગ ફેલાયો હતો ત્‍યારે હાલમાં આજે પરિણામ આવતા પાંચે પાંચ સીટો ભાજપને ફાળે ગઈ છે જ્‍યારે સૌથી પ્રથમ વઢવાણની સીટે વિજય મેળવ્‍યો હતો તે સીટ શુકનવંતી ગણાય રહી છે અને એના બાદમાં ચોટીલા નો વિજય થયો અને ત્‍યારબાદ લીંબડી અને ધાંગધ્રા અને ત્‍યારબાદ પાટડી દસાડા તાલુકામાં પણ ભાજપનો વિજય થયો છે ત્‍યારે હાલમાં ભાજપના ચૂંટાયેલા તમામ ધારાસભ્‍યો પોત પોતાના વિસ્‍તારમાં વિજય સરઘસ માટે ની તૈયારીઓ શરૂ કરી છે ત્‍યારે સુરેન્‍દ્રનગર વઢવાણ ઉપર ચૂંટાયેલા જગદીશભાઈ મકવાણા એ સુરેન્‍દ્રનગર શહેરમાં હાલમાં વિજય સરઘસની શરૂઆત કરી છે અને ફટાકડા ફોડી અને ભાજપ વિજય ઉત્‍સવ મનાવ્‍યો છે ત્‍યારે હારમાં ઠેર ઠેર ભાજપનો વિજય ઉત્‍સવ અને તેના કાર્યકરો ભારે ગેલમાં આવી ગયા છે ત્‍યારે સુરેન્‍દ્રનગર શહેરમાં અને તેના તાલુકા મથકોએ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે અને આપને પણ સફળતા પ્રાપ્‍ત થઈ નથી ત્‍યારે હાલમાં સુરેન્‍દ્રનગર શહેર અને તાલુકામાં કમળનો વિજય થયો છે અને હાલમાં પાટડી દસાડા તાલુકામાં તેમજ લીમડી તેમજ ચોટીલા ધાંગધ્રા ખાતે ચૂંટાયેલા ભાજપના ધારાસભ્‍યો દ્વારા હાલમાં વિજય ઉત્‍સવની સંપૂર્ણપણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને સાંજ સુધીમાં વિજય ઉત્‍સવ ધામધૂમ પૂર્વક ઉજવવામા આવી રહ્યો છે.

(4:03 pm IST)