Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

કલોરણાની સગીરાને ભગાડી જનાર ઝડપાયો

અમરેલી તા. ૮ : બાબરા પોલીસ સ્‍ટેશનએ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮ ૨૨૦૪૦૮/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, તથા પોકસો એકટ ક્‍લમ ૧૮ મુજબના કામે સાત મહિના પહેલા બાબરા તાલુકાના કલોરાણા ગામેથી ૧૭ વર્ષની સગીરાનું અપહરણ કરી, નાસી જનાર આરોપીને ભોગ બનનાર સગીરા સાથે ગઇ કાલ તા.૦૬/૧૨/૨૦૨૨ ના રોજ બાબરા ગામેથી પકડી પાડી, પકડાયેલ આરોપી  લાલજી ઉર્ફે નીલ ઉર્ફે નીલેશ છગનભાઇ પરમાર, ઉ.વ.૨૧, રહે.વાસાવડ, ગઇ તા.૨૭/૦૪/૨૦૨૨ નાં રોજ સગીર વયની દિકરીને બાબરા તાલુકાના કલોરાણા ગામેથી  અપહરણ કરીને લઇ ગયેલ હતો.

આ કામગીરી અમરલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની  માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ તથા પોપટભાઇ ટોટા તથા હેડ કોન્‍સ. દયાબેન જસાણી તથા પો.કોન્‍સ. રાહુલભાઇ ઢાપા દ્વારા કરવામાં આવેલ છે.

(12:13 pm IST)