Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

કેરીયાનાગસ પાસે જૂગાર રમતા ૭ ઝડપાયા

અમરેલી : તાલુકાના કેરીયાનાગસ ગામથી વરસડા તરફ જવાના રસ્‍તે ખાર વિસ્‍તારની સીમમાં આવેલ કુરજીભાઇ ધનજીભાઇ ચત્રોલાની વાડીના શેઢા પાસે જાહેરમાં જૂગાર રમતા (૧) અજય કુરજીભાઇ ચત્રોલા ઉ.૪૪, રહે. કેરીયાનાગસ, (ર) આસીફ અબ્‍દુલભાઇ ડેરૈયા ઉ.૩૮, રહે. અમરેલી, ઘાંચીવાડ, કુબાણીયાપા, (૩) જીજ્ઞેશ રમેશભાઇ ચાવડા (ઉ.વ.૩૧), રહે. અમરેલી, જૈન દેરાસર ચોક, (૪) ઇમરાન ગફારભાઇ મેહતર (ઉ.વ.૩૬), અમરેલી, ટાવર ચોક, (પ) અમીન સતારભાઇ જેઠવા (ઉ.વ.૪ર), રહે. અમરેલી, કંસારાબજાર, ભાટીયા શેરી, (૬) બીપીન રમેશભાઇ બોઘરા (ઉ.વ.ર૯), રહે. અમરેલી, ચકકરગઢ રોડ, સંસ્‍કાર કોમ્‍પ્‍લેક્ષ),  (ઉ.વ.૪૩, રહે. અમરેલી, માણેકપરા, પાંચ માળીયા ને પકડી રોકડા રૂા. પપ,પ૦૦ તથા એક હાથબતી કિં. રૂા. ૧૦૦, મળી કુલ કિં. રૂા. પપ,૬૦૦ નો મુદામાલ કબ્‍જે કરેલ છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના હેઠળ અમરેલી એલ. સી. બી. પોલીસ ઇન્‍સ. એ. એમ. પટેલ તથા પો. સ. ઇ. વી. વી. ગોહીલ તથા એલ. સી. બી. ટીમના એ. એસ. આઇ. મહેશભાઇ સરવૈયા, તથા હેડ કો. અજયભાઇ સોલંકી, તથા વુ. હેડ કો. દયાબેન જસાણી, તથા પો. કો. ઉદયભાઇ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.

(12:13 pm IST)