Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ધોરાજીનો ૧૭મી સદીનો મહેલ પ્રવાસનધામ તરીકે વિકસાવવા માંગ

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા)ધોરાજી તા. ૮ : ધોરાજી ખાતે આવેલ પ્રાચીન અને જુનો દરબારગઢ જે સત્તરમી સદીનો આધુનિક સુવિધાયુકત મહેલ હતો. ગોંડલના રાજવી ભા.કુંભાજીએ ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં બે મજલનો મહેલ બંધાવેલો. પથ્‍થરના મોરાના ભાગે જેવા મળતી સુંદર કોતરણી ખાસ કરીને ઝરૂખા અને બારીઓમાંનું અલંકાર નોંધપાત્ર છે.

નેવાની ઉપર સિંહ હાથી જેવા પ્રણીઓના અદ્‌ભુત છે. ભોયતળીયાના ખુણાઓમાં દંડધારી દવારપાળની કૃતિઓ આકર્ષણ જમાવે છે. અને ત્‍યાં એ જમાનામાં દરબાર ભરાય એ સ્‍થળને દરબારગઢ કહેવાયો. ત્‍યારબાદ રાજાના મહેલ બનેલ. ભગવતસિંહજી દરબારગઢ મહેલનું રીનોવેશન કરાવેલ.આ મહેલ પ્રાચીન કલાકૃતિનો આધુનિક નજરાણો છે. તે જોવા દેશ વિદેશથી લોકો આવે છે. તંત્ર દ્વારા આ મહેલને રક્ષીત જાહેર કરાયો છે.પરંતુ જાળવણીના અભાવે મહેલ ધુળધાણી થયો છે. જો મહેલની યોગ્‍ય વાળવણી લેવામાં નહી આવે તો મહેલ પડીને ધુળ થઇ જશે અને આવનારી પેઢીને આવી જુની કોતરણીવાળા દુર્લભ મહેલો જોવા મળશે નહી. આ મહેલ પાસે ગંદકીનો ઢેર છે. તેની પણ સફાઇ થતી નથી. જેથી તંત્ર દ્વારા યોગ્‍ય સાફ સફાઇ થાય અને પ્રવાસધામ તરીકે વિકસાવાય તેવી લોક માંગ ઉઠી છે.

(12:12 pm IST)