Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ઉનામાં રીક્ષાના ચોરખાનામાં છુપાવેલો ૧પ૬ બોટલ ઇંગ્‍લીશ દારૂ ઝડપાયો

રૂા.૯૬૦૦ નો દારૂ અને રિક્ષા સહિત કુલ ૬૦૧૦૦ નો મુદામાલ મળ્‍યો

(નવીન જોષી દ્વારા) ઉના તા.૮ : રીક્ષાના ચોર ખાનામાં છુપાવેલો ઇંગ્‍લીશ દારુની ૧પ૬ બોટલ દારૂ સાથે રીક્ષા ચાલક બાબુ ઉકાભાઇ વાજાને પકડીને કાર્યવાહી કરી છે.

જિલ્લા પોલીસ વડા જાડેજાની સુચનાથી ગીર સોમનાથ જિલ્લાની એલ. સી. બી. બ્રાન્‍ચના પી.આઇ.ચાવડા અને.પી.એસ.આઇ. ચાવડાના માર્ગ દર્શન હેઠળ પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ પ્રવિણભાઇ મોરી અને પોલીસ કોન્‍સ્‍ટેબલ સંદીપસિંહ ઝનકાટ ઉનામાં દેલવાડા રોડ ઉપર સ્‍કુલ પાસે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે દેલવડા તરફથી એક પેસેન્‍જર રિક્ષ નંબર જીજે ૩રયુ-૦પ૯૩ રોકવી ચાલાક બાબુભાઇ ઉકાભાઇ વાજા રે. ઉના ર, ગીતાબેન સામજીભાઇ રાઠોડ રે. વાસોજને પુછ પરછ કરી તપાસ કરતા રિક્ષામાં ચોર ખાનામાં છુપાવેલી પરપ્રાંતની ઇગ્‍લિશ દારૂની બોટલ નગ ૧પ૬ કીંમત રૂપીયા ૯૬૦૦ રિક્ષા મોબાઇલ ફોન મળી રૂપિયા ૬૦૧૦ મુદામાલ પકડી ઉના પોલીસને સોંપી ગુન્‍હો દાખલ કર્યો હતો અને આ દારૂ કોડીનાર તાલુકાના વડનગરના ગોપાલ કામલિયાને આપવાનો હોય તેની સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:09 pm IST)