Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ધોરાજીમાં મહેન્‍દ્ર પાડલીયા વિજેતાઃ લલિત વસોયાએ હાર સ્‍વીકારી

મોટી પાનેલી-ધોરાજી, તા., ૮: રાજકોટ જીલ્લાની ધોરાજી બેઠક ઉપર મોટો અપસેટ સર્જાયો છે. ભાજપના ઉમેદવાર મહેન્‍દ્રપાડલીયા વિજેતા થયા છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્‍ય લલીતભાઇ વસોયાએ હાર સ્‍વીકારી લીધી છે.

આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસને ડેમેજ કરેલ છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મત ભેગા કરો તો ભાજપથી ખુબ આગળ નીકળી જાય છે. ધોરાજીની બેઠક ઉપર પરાજય સ્‍વીકારીને મતદાન મથકથી કોંગ્રેસના લલિત વસોયા નીકળી ગયા હતા.

ઉપલેટા ધોરાજી વિધાનસભા બેઠક પર ભાજપના ડો.મહેન્‍દ્રભાઈ પાડલીયા કે જે મોટી પાનેલીના વતની છે તેમને તેમના વતન પાનેલી માં ભારે લિડ મળી છે અને પાનેલીના ઇતિહાસ માં સૌ પ્રથમ આટલી મોટી લિડ કોઈ ઉમેદવાર ને મળી હોય તેવું બન્‍યું છે પાડલીયા ને ૧૮૨૦ મતની જંગી લિડ મળતા પાનેલી માં ખુશી નો માહોલ જોવા મળ્‍યો છે લોકો એ પાડલીયા ને અભિનંદન આપવાની શરૂઆત કરી દીધી છે કાર્યકરોએ ભારે મહેનત લઈને પાડલીયા ને જંગી લિડ અપાવી હોય કાર્યકરો માં પણ ખુશી જોવા મળી છે.

(11:23 am IST)