Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

વેરાવળના સબીર અને ઉબેદ ૫.૭૩ લાખના ઍમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા

મુંબઇના અબ્બુબકર હુસેનશા પાસેથી જથ્થો મગાવ્યો હોવાનું ખુલ્યું : જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના નેજા તળે ઍસઓજીના ઇન્ચાર્જ પીઆઇ અરવિંદસિંહ જાડેજા અને ટીમનો સપાટો

ગીર સોમનાથ ઍસઓજીના ઇન્ચાર્જ પી.આઇ. અરવિંદસિંહ જાડેજાઍ ગીર સોમનાથ જીલ્લામાં સૌ પ્રથમ વખત મેફેડ્રોન ડ્રગ્સનો નોîધપાત્ર જથ્થો ઝડપી લઇ મુંબઇ સાથે કનેકટેડ ડ્રગ્સ સીન્ડીકેટનો પર્દાફાશ કર્યો હતો. ફોટોમાં પી.આઇ. જાડેજા, ઍલસીબીના પીઆઇ ચાવડા અને સફળ કામગીરી કરનાર ઍસઓજીનો સ્ટાફ નજરે પડે છે.

રાજકોટ તા. ૭ : ગીર સોમનાથના જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના નેજા હેઠળ  ઍસઓજીના ઇન્ચાર્જ પીઆઇ અરવિંદસિંહ જાડેજા અને ટીમે વેરાવળ - જૂનાગઢ હાઇવે ઉપર મહાકાળી હોટલ પાસેથી બે શખ્સોને ૫.૭૩ લાખના ઍમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા છે.  કેફી દ્રવ્યનો આ સૌ પ્રથમ નોîધપાત્ર કેસ ગીર સોમનાથ જીલ્લામાં નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગીર-સોમનાથ ઍસઓજી પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સબીર ઇકબાલ જમાદાર પટ્ટણી (ઉ.વ.૪૦) રહે. અજમેરી સોસાયટી, વેરાવળ તથા ઉબેદ ઇરફાન સોરઠીયા મેમણ (ઉ.વ.૨૬) રહે. સંજરી પાર્ક, બજાજ કોલોની, અક્ષા મસ્જીદની બાજુમાં વેરાવળની ધરપકડ કરીને તેમની પાસેથી ૫.૭૩ લાખનો ડ્રગ્સ તથા મોબાઇલ અને રોકડ રકમ સહિત ૬.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ શખ્સોઍ આ ડ્રગ્સ મુંબઇના અબ્બુબકર અમીરહુસેનશા પાસેથી મગાવ્યું હોવાનું ખુલતા ઍસઓજી ટીમે તેને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે ઍસઓજીના ઇન્ચાર્જ પી.આઇ. અરવિંદસિંહ જાડેજાઍ ફરિયાદ કરીને વધુ તપાસ હાથ ધરી છે. વધુ તપાસ દરમિયાન ખુલ્યુ હતુ કે આરોપી વેરાવળમાં મચ્છીનો ધંધો કરતા શબ્બીર ઇકબાલના મુંબઇ રહેતા સાળા અબુબકર હુસેન શાહે  મુંબઇની ડ્રગ્સ સીન્ડીકેટ સાથે શબ્બીરનો સંપર્ક કરાવી આપ્યો હતો.

(2:01 pm IST)