Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

મોરબીમાં મહેશ મકવાણાને માથામાં લાદીનો ટુકડો ફટકારતા મોતઃ બનાવ હત્યામાં પલ્ટાયો

કૌટુંબીક બનેવી કિશન અને ફૂવા પ્રકાશે ઝઘડો કર્યો'તોઃ અમદાવાદ સારવાર માટે લઈ જતી વખતે કુવાડવા પાસે યુવાને દમ તોડી દીધો

રાજકોટ, તા. ૮ :. મોરબીના નવલખી રોડ પર રહેતા યુવાને સાથે તેના કૌટુંબીક બનેવી અને ફૂવાએ ઝઘડો કરી હુમલો કરતા તેનુ રાજકોટમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો છે.

મળતી વિગત મુજબ મોરબીના નવલખી રોડ પર ધક્કાવાળી મેલડી માતાના મંદીર પાસે રહેતો મહેશ અશોકભાઈ મકવાણા (ઉ.વ. ૩૦) ગઈકાલે મેલડી માતાના મંદિર પાસે હતો ત્યારે તેના કૌટુંબીક બનેવી કિશન અને ફૂવા પ્રકાશ પરશુરામભાઈએ આવી ઝઘડો કરી ઉશ્કેરાઈને મહેશને માથામાં લાદીનો ટુકડો ફટકારી દીધો હતો બાદ મહેશને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. બાદ આજે તેને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતા હતા ત્યારે કુવાડવા નજીક મહેશે દમ તોડી દેતા તેને પરત રાજકોટ ખસેડાયો હતો. મૃતક મહેશ બે ભાઈ અને ત્રણ બહેનમાં નાનો હતો. તેને સંતાનમાં બે પુત્રી છે. યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાતા મોરબી પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:04 pm IST)