Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

મારૂતિ કુરિયર મારફત રાજગોર સમાજની પરિચય પુસ્તિકાનું વિતરણ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૮: રાજકોટ મારૂતિ કુરિયર મારફત પરિચય પુસ્તિકા રવાના કરવામાં આવેલ જેમાં બાયોડેટા મોકલેલ છે તેમને ખર્ચ માટે દાન આપનાર દાતાશ્રીને વિના મૂલ્યે મોકલેલ છે. રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ ડીરેકટરી વિના મૂલ્યે દરેકના ઘરે પહોંચી જશે. તેવી વ્યવસ્થા કરી આપી આ માટે જેમના માધ્યમથી ડિરેકટરી રવાના થઇ એ ભરતભાઇ જોશીનો આભાર વ્યકત કરૂ છું જેમના માધ્યમથી વિના મૂલ્યે ડીરેકટરી ઘરે પહોંચતી થશે.

રાજયસભાના સાંસદ અને મારૂતિ કુરિયર પ્રા.લિ.ના માલિક રામભાઇ મોકરીયાનો પણ આભાર માન્યો છે. ડિરેકટરી કુરિયર મારફત રવાના કરવામાં આવી છે.

બે થી ત્રણ દિવસમાં ડિરેકટરી દરેક દાતાશ્રીને તથા ડિરેકટરીમાં બાયોડેટા આપનાર તમામ દીકરા અને દીકરીના ઘરે પહોંચી જશે.

(1:26 pm IST)