Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

પડધરી પાસે ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીના જથ્થા સાથે બે શખ્સો પકડાયા

ટ્રક સહિત ૧૦.૨૩ લાખના મુદ્દામાલ સાથે વિજય અને તેના પિતાની ધરપકડ

રાજકોટ, તા. ૮ :. પડધરી પાસે જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીના જથ્થા સાથે બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

પડધરીના પીએસઆઈ આર.જે. ગોહિલ તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે રાજકોટ-જામનગર હાઈવે પર રાધે કાઠીયાવાડી હોટલ પાછળ ખુલ્લી જગ્યામાં ટ્રક નં. જીજે ૦૩ એટી ૦૨૦૪માં ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી પુરતા વિજય કિશોરભાઈ સોલંકી તથા કિશોર બટુકભાઈ સોલંકી રહે. ફુલવાડી પડધરીને જ્વલનશીલ પ્રવાહી ૨૩૦ લીટર કિં. ૧૩૮૦૦ તથા કેરબો, ડોલ અને ટ્રક મળી કુલ રૂ. ૧૦.૨૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

પડધરી પોલીસે જ્વલનશીલ પ્રવાહીનોે નમૂનો લઈ એફએસએલમાં પરીક્ષણમાં મોકલેલ છે. તેમજ બન્ને શખ્સો સામે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો.

(12:32 pm IST)