Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

જામકંડોરણા તાલુકાની ૧પ ગ્રામ પંચાયતો બિનહરીફ

મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ૮ :.. તાલુકામાં આગામી ૧૯ મી તારીખે ૪પ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાવાની હતી. જેમાં ઉમેદવારી પરત ખેંચવાની તારીખે તાલુકાની કુલ ૧પ પંચાયતો બિનહરીફ થયેલ છે. જેમાં નવા માત્રાવડ, થોરાળા, મોજ ખીજડીયા, કાનાવડાળા, પીપળીયા (માલજી), તરકાસર, વાવડી, વિમલનગર, રંગપર, બેલડા, નાનાભાદરા, આંચવડ, અવડાળ, ખાટલી, પીપરડી એમ ૧પ ગ્રામ પંચાયતો બિનહરીફ થયેલ છે. બાકીની ગ્રામ પંચાયતોની આગામી ૧૯ તારીખે ચૂંટણી યોજાશે.

(11:58 am IST)