Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

કચ્છમાં તસ્કોરોન તરખાટ : સુમરાસર ગામે ત્રણ લાખની ચોરી : ભુજમાં પોલીસના ઘરે ૮૨ હજારની ચોરી

હેડ કોન્સ્ટેબલનો પરિવાર લૌકીક માટે ગઢડા ગયો અને ભુજમાં ઘરે ચોરી થઇ ગઇ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૮ : પૂર્વથી પશ્ચિમ કચ્છ સુધી તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. ભુજના સુમરાસર ગામે ખોળ ભુસાનો વ્યાપાર કરતાં વેપારી હરિભાઈ કરમણ ચાડની દુકાને ધોળે દિવસે ખાતર પડ્યું હતું.

બપોરે એકથી ત્રણ વાગ્યા દરમ્યાન બંધ દુકાનનું શટર તોડી ૨.૯૫ લાખની રકમ તસ્કરો ચોરી ગયા હતા. બીજા બનાવમાં ભુજના મંગલમ રેસીડેન્સી મધ્યે રહેતા પોલીસ કર્મી દામજી પ્રેમજી વાઘેલાને ઘેર તસ્કરોએ પરોણા બની ચોરી કરી હતી.

હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રેમજીભાઈ લૌકિક કાર્ય માટે ગઢડા (બોટાદ) ગયા હતા ત્યારે તસ્કરોએ ઘરના તાળા તોડી ૮૨,૨૫૦ ના મુદ્દામાલની ચોરી કરી હતી. પોલીસે બન્ને બનાવની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.

(10:19 am IST)