Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ભાવનગરમાં આજે કોરોનાના 6 પોઝિટિવ કેસ નોંધાયા: એકટિવ કેસની સંખ્યા વધી 34 થઈ

( વિપુલ હિરાણી દ્વારા )ભાવનગર :ભાવનગર શહેરમાં આજે કોરોના ના 6 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે એકટિવ કેસની સંખ્યા વધી 34 થઈ છે.

ભાવનગર શહેરમાં આજે પાંચ પુરુષ અને એક  મહિલાનો  પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 12  દિવસ દરમ્યાન ભાવનગરમાં કુલ 34 નવા પોઝિટિવ કેસ નોંધાતા ફરી કોરોનાની ત્રીજી લહેરનો ડર ફેલાયો છે

(8:32 pm IST)