Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

રાત્રે ભાવનગરમાં ચિત્રા વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારી : રોડ પર બાઈક સળગાવાયુ : એક સ્કૂટર તથા બાઈકની તોડફોડ

પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો : બાઈક - સ્કૂટર કબ્જે કરી આગમાં સંપૂર્ણ સળગી ગયેલ બાઈકને રોડ પરથી હટાવ્યું: સરાજાહેર ભયનો માહોલ સર્જી આવારાતત્વો ફરાર

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :આજે રાત્રે ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રામદેવ પેટ્રોલપંપ પાસે રોડ વચ્ચે બે જુથો વચ્ચે કોઈ મુદ્દે માથાકૂટ સર્જાતાં રોડવચ્ચે એક્શન ફિલ્મ જેવી મારામારી સર્જાઈ આ બઘડાટીમાં એક સ્કૂટર તથા બાઈકની તોડફોડ કરી અન્ય એક બાઈકને રોડ વચ્ચે તોફાનીઓએ કાંડી ચાંપી દેતાં બાઈક ભડભડ સળગી ઉઠ્યું હતું જેને પગલે રોડપર નાસભાગ મચી જવા પામી હતી આ બનાવની જાણ ડી - ડીવીઝન પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બાઈક - સ્કૂટર કબ્જે કરી આગમાં સંપૂર્ણ સળગી ગયેલ બાઈકને રોડ પરથી હટાવ્યું હતું અને સરાજાહેર ભયનો માહોલ સર્જી આવારાતત્વો ફરાર થઈ ગયા હતા

(11:17 pm IST)