Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

મેટોડા GIDC માં પોલીસ કામગીરી, માસ્ક વિતરણ

રાજકોટઃ ગ્રામ્ય પોલીસ અધીક્ષક શ્રી બલરામ મીણા નાયબ પોલીસ અધીક્ષક પી. એ. ઝાલા ની સુચના હેઠળ લોધીકા પો. સબ ઇન્સ. એચ. એમ. ધાધલ પો.સબ.ઇન્સ. કે. એ. જાડેજા લોધીકા પોલીસ સ્ટાફ દ્વારા હાલે કોવીડ-૧૯ ના રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં પોઝીટીવ કેશોની સંખ્યામાં વધારો થયેલ હોય જેથી મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી જાહેર જનતામાં કોવીડ-૧૯ અંગે જનજાગૃતી માટે જાહેરાત તથા પ્રસિધ્ધી કરાવેલ તેમજ માસ્ક ન પહેરનામ ઇસમો સામે માસ્ક દંડના કેશો તેમજ સોસીયલ ડીસ્ટન્સ ન જાળવનાર દુકાનદારો વિરૂધ્ધ જાહેરનામા ભંગના કેસો તેમજ તમાકુ નિયંત્રણ અધીનિયમ મુજબ કાર્યવાહી કરી દંડ કરવામાં આવેલ તેમજ વાહન ડીટેઇન કરવાની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં મજુર વર્ગ તેમજ પો. સ્ટે. વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબ પરીવારના લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવેલ જેમાં જાહેરનામા ભંગના કેસો ૧, માસ્ક દંડ રૂ. ૪૩,૦૦૦, તમાકુ નિયંત્રણ અધીનીયમના ર૪ કેસ, એમ.વી. એકટ ર૦૭ મુજબ ૧ કેસ કરેલ. ૧૦૦૦ માસ્ક વિતરણ કરેલ.

(11:59 am IST)