Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

મોરબીના ત્રાજપરમાં તપાસમાં ગયેલી પોલીસ સાથે આરોપીના પિતાની બોલાચાલી કરી દેકારો મચાવ્યો

પોલીસે આરોપીના પિતા વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધ્યો

મોરબીના ત્રાજપર નજીક આરોપીને લઈને તપાસમાં ગયેલી પોલીસ સાથે આરોપી ના પિતાએ બોલાચાલી કરી ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે

મોરબી સીટી બી ડીવીઝનમાં ફરજ બજાવતા ક્રિપાલસિંહ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે કે પ્રોહીબીશનના આરોપી દીપકભાઈ ઉર્ફે મૂંગો સામજીભાઈને તપાસ માટે તેના રહેણાંક માકન પાસે ત્રાજપર ઝાપા પાસે લઇ જતા

આરોપી સામજીભાઇ બાબુભાઈ જંજવાડિયા રહે ત્રાજપર ગામ વાળાએ સાહેદ કિશોરદાન ગઢવીને કહેવા લાગેલ કે મારા દીકરાને અહી કેમ લાવેલ છો કહી દેકારો કરતા કિશોરદાન ગઢવી સમજાવવા જતા બોલાચાલી કરીને કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી છે

પોલીસે ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

(11:19 pm IST)