Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

છેડતી કરનાર યુવક્ની જાહેરમાં ધોલાઈ : યુવતીએ પોલીસને પણ કહી દીધું : ફરિયાદ નથી કરવી અમે પોતે જ સજા આપશું

કચ્છના આદિપુરનો વિડિઓ વાયરલ : હાથમાં ડંડો અને બોચીથી યુવકને પકડી રાખ્યો : પોલીસની દરમિયાનગીરી પણ નહિ સ્વીકારી

ભુજ : છેડતી કરનાર યુવકને જાહેરમાં યુવતીઓએ મેથીપાક ચખાડ્યો હતો આ દરમિયાન ટ્રાફિક પોલીસ વચ્ચે પડવા અને આરોપીને પોલીસને સોંપવાની વાત કરે છે પરંતુ યુવતીએ હાથમાં ડંડો અને બોચીએથી યુવકને પકડી જ રાખ્યો અને પોલીસને પણ કહી દીધું કે અમારે ફરિયાદ નથી કરવી ,અમે પોતે જ સજા આપશું

  કચ્છના આદિપુરનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં છેડતી કરનારા યુવકને યુવતીઓએ બરાબરનો મેથીપાક ચખાડ્યો હોય તેવું દ્રશ્યમાન થઇ રહ્યું છે. આ વીડિયોમાં યુવકને બરાબરનો માર મારતી યુવતીઓનું કહેવું છે કે આવા લોકોને જ્યાં સુધી સજા નહીં દઇએ ત્યાં સુધી રેપ જેવી ઘટનાઓ બંધ નહીં થાય. ત્યાં સુધી કે કાયદો હાથમાં લેનારી આ યુવતીઓએ એવું પણ કહ્યું કે અમને એફઆઇઆર નથી કરવી. પરંતુ અમે પોતે જ સજા આપીશું. આ વીડિયોએ હાલમાં ભારે ચર્ચા જગાવી છે.

(9:02 pm IST)