Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

રાજ્યમાં ઐતિહાસિક ઘટના:દીપડાના આતંકથી અમરેલીના બગસરામાં કલમ 144 લાગુ કરાઈ

સૂર્યાસ્તથી ત્રણ કલાક પહેલા પાંચથી વધારે માણસોનું ટોળું ભેગું થાવ નહીં: જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું

અમરેલી : રાજ્યમાં ઐતિહાસિક ઘટના બની છે. અમરેલીના બગસરામાં દીપડાના આતંકને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બગસરામાં કલમ 144 લાગુ કરાઈ છે. સૂર્યાસ્તથી 3 કલાક પહેલા પાંચથી વધારે માણસોનું ટોળું ભેગુ નહીં થવુ જોઈએ. 8 ડીસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી કલમ 144નો હુકમ કરાયો છે. જાહેરનામાનો ભંગ થશે તો તેની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાશે.

  અમરેલીના બગસરા પંથકમાં દીપડાનો આતંક યથાવત છે. આખી રાત 200 જેટલા વનવિભાગના કર્મચારીઓના કાફલા સાથે દીપડાને શોધવા માટે કામગીરી કરવામાં આવી હતી. તેમ છતા વન વિભાગને દીપડાને પકડવામાં કોઈપણ પ્રકારની સફળતા મળી નથી. ત્યારે આજે ફરી અમરેલીના કલેકટર આયુષ ઓક અને વનવિભાગના અધિકારીઓની બેઠક મળવાની છે. જેમાં દીપડાને પકડવા માટે રણનીતિ ઘડવામાં આવશે.

(7:38 pm IST)