Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

પોરબંદરમાં એલઆરડી ભરતીમાં અન્યાયના આંદોલનમા ઉપવાસીની તબિયત લથડી

પોરબંદરઃ રબારી ચારણ, ભરવાડ ઉમેદવારોને લોકરક્ષકની ભરતીમાં અન્યાય સામે રોધ સાથેનું આંદોલન પોરબંદરમાં ચાલુ છે. જયાં ઉપવાસી આગેવાન ભીમા દાના મકવાણાની  તબીયત લથડતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામા આવ્યા છે.

ગીર, બરડા અને આલેચના જંગલોમાં રહેતા અને  અન્યત્ર સ્થળાંતરીત થયેલા રબારી ચારણ અને ભરવાડ સમુદાયને ભારત સરકાર દ્વારા અનુ.જાતિમા સમાવેશ કરાયો છે. એલ.આર.ડી. ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી આખરી મેરીટ યાદીમા આ સમાજના ઉમેદારોને બાકાત કરી અન્ય નીચા મેરિટ ધરાવતા ઉમેદવારોનો સમાવેશ કરી આ ત્રણેય જાતી/સમુહના યુવાનોને ગુજરાત સરકાર દ્વારા હળાહળ અન્યાય કરવામા આવ્યો હોવાના આક્ષેપ સાથે પોરબંદરમા આંદોલન ચાલી રહ્યું છે.

(12:54 pm IST)
  • વાગડમાં ફરી ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો :ભચાઉથી ૧૩ કિલોમીટર દૂર આંચકાનું નોંધાયું કેન્દ્રબિંદુ: પરોઢે સવા ૩ વાગ્યાના અરસામાં ધ્રુજી ભચાઉ આસપાસની ધરા access_time 10:58 pm IST

  • ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે ૧૭ વર્ષની સગીર વયની યુવતી ઉપર ગેંગરેપ થયા બાદ તેણે આત્મહત્યા કરી જીવ આપી દેતા ખળભળાટ access_time 10:03 pm IST

  • દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપનું સ્લોગન 'અબકી બાર 3 પાર' રહેશે( ભાજપ પાસે અત્યારે ૪ બેઠક છે), જ્યારે "આપ"નું સ્લોગન 'અબકી બાર 67 પાર access_time 10:00 pm IST