Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

કાલાવડ પાસે અકસ્માતમાં ઘવાયેલ યુવતીનું મૃત્યુઃ મૃત્યુ આંક છ થયો

જામનગરઃ જામનગરના બેડી વિસ્તારમાં રહેતા બે મુસ્લિમ પરિવારો દરગાહ દર્શન કરીને પરત ફરતી વેળાએ કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામ પાસે વાહન અકસ્માત નડયો હતો. તેમાં પાંચ વ્યકિતના સ્થળ પર જ મૃત્યુ થયા હતા.  જયારે એક યુવતીએ જુનાગઢની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દમ તોડતા મૃત્યુનો આંક છ થયો છે.

જામનગરમા બેડી વિસ્તારમા રહેતા બે પરિવારો ગઇ કાલે સવારે ઇકો કારમા બેસીન પોરબંદર નજીક આવેલીી એક દરગાહે દર્શન કરવા માટે ગયા હતા. અને દર્શન કરીને  પરિવારના આઠ સભ્યો જામનગર પરત ફરી રહ્યા હતા. તે દરમ્યાન કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામના પાટીયા પાસે  પહોંચતા ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.  જેમાં ઘટના સ્થળે જ પાંચ વ્યકિતના કરૂણ મૃત્યુ નીપજયા હતા. અન્ય ત્રણ ઘાયલ થયા હતા.

(12:54 pm IST)
  • વડોદરામાં લગ્ન કરવાની લાલચ આપી સગીર વયની બાળાનું અપહરણ કરી બળાત્કાર કરવા સબબ ઉત્તર પ્રદેશના શખ્સની ધરપકડ થઈ છે access_time 10:05 pm IST

  • હૈદરાબાદ એન્કાઉન્ટર મામલે રાષ્ટ્રીય માનવાધિકારની ટીમ હૈદરાબાદ પહોંચી : માર્યા ગયેલા આરોપીના પરિવારજનોને નિવેદન નોંધ્યા : હૈદરાબાદના મહિલા પશુ ચિકિત્સક સાથે બળાત્કાર અને તેની હત્યાના ચારેય આરોપી પોલીસ સાથેની અથડામણમાં માર્યા ગયા બાદ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની ટીમ હૈદરાબાદમાં પહોંચી છે access_time 12:41 am IST

  • ગુજરાતમાં GPSC દ્વારા લેવાયેલ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કયાંય કોઇ ચોરીની ફરીયાદ નથી સરકાર માટે રાહતની ઘડી ર૦૩૪ લાખ લોકો પરીક્ષામાં જોડાયા હતા : આજરોજ ગુજરાતમાં GPSC દ્વારા ગુજરાતના ૯ર જિલ્લામાં ૯૦ર કેન્દ્ર પર લેવાયેલ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા સરકારે હાશકારાની લાગણી અનુભવી છે. કારણ કે કયાંય કોઇ ચોરીની ફરીયાદ નથી સરકાર માટે રાહતની ઘડી ગણાવાય રહી છે. ગુજરાતના ર૦૩૪ લાખ યુવાનો-યુવતીઓ પરીક્ષામાં જોડાયા હતા. access_time 3:46 pm IST