Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક : રાખવી ક્યાં ? : જગ્યા ઘટી

યાર્ડની બહાર ડુંગળી ભરેલા વાહનોની લાંબી કતારો જામી

 

જામનગર : એક તરફ દેશમાં ડુંગળીના ભાવ ભડકે બળી રહ્યાં છે. બીજી તરફ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક થઈ છે. આવક એટલી કે યાર્ડમાં ડુંગળી રાખવા જગ્યા ખૂટી પડી છે. અને યાર્ડની બહાર ડુંગળી ભરેલા વાહનોની લાંબી કતારો જામી છે. જોકે અછતના ઓછાયા વચ્ચે ડુંગળીની મબલખ આવક સામે યોગ્ય ભાવ મળતા હોવાની ફરિયાદ ઉઠી છે.

(12:52 am IST)