Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

મોરબીના ગાળા ગામ નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા નવાગામના બેચરભાઈનું મોત

ભાઈની દીકરીના લગ્નમાં ગુણન ગામ ગયેલ ત્યાંથી નવાગામ જતા રસ્તામાં કાળ ભેટ્યો

 

મોરબી માળિયા હાઈવે પર ગાળા ગામના પાટિયા નજીક રાત્રીના ડમ્પરે બાઈક ચાલકને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબી માળિયા હાઈવે પર અવારનવાર અકસ્માત સર્જાયા કરે છે જેમાં અનેક મહામુલી જિંદગીનો ભોગ લેવાય છે ત્યારે ગત રાત્રીના ગાળા ગામના પાટિયા નજીક ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતા નવાગામ વાળા બેચરભાઈ ઉપરસરિયા (.૬૦)નું મૃત્ય નીપજ્યું હતું.

 વધુમાં મળતી વિગત મુજબ બેચરભાઈ તેના ભાઈની દીકરીના લગ્નમાં ગુણગ ગામ ગયેલ હોય જ્યાંથી નવાગામ જતા હતા ત્યારે ગાળા ગામના પાટિયા પાસે ડમ્પરે તેમને હડફેટે લીધા હતા અને મૃત્યુ નીપજ્યું હતું તો બેચરભાઈને સંતાનના હાલ દીકરા અને દીકરી હોવાની જાણવા મળ્યું છે

(12:21 am IST)