Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

મોરબીમાં છૂટાછેડાનો ખાર રાખીને વૃદ્ધને ફોનમાં ગાળો આપીને જાનથી મારી નાખવા ધમકી દીધી

વૃઘ્ધની દીકરી સાથે છૂટાછેડા થતા પૂર્વ જમાઈએ ફોનમાં દીધી ધમકી

 

મોરબીમાં પતિ-પત્નીએ છુટાછેડા થયેલ હોય જેનો ખાર રાખીને એક શખ્સેએ વૃદ્ધને ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

  અંગે મળતી વિગત મુજબ મોરબીના સેન્ટર પોઈન્ટ એપાર્ટમેન્ટ, નરસંગ મંદિરે સામે રવાપર રોડ પર રહેતા પ્રેમજીભાઈ જેરજ્ભાઈ ડઢાણીયા (.૭૨)ની દીકરી તથા આરોપી અનિલભાઈ સવજીભાઈ વિડજા બંને પતિ પત્ની હતા અને તેઓના છુટાછેડા થતા જેનો ખાર રાખી આરોપી અનિલભાઈએ ફરિયાદી પ્રેમજીભાઈને ફોન કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

 

(12:20 am IST)