Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

મોરબીના રામચોકમાં અચાનક કારમાં આગ ભભૂકી : અફરાતફરીનો માહોલ

 

મોરબીના રામચોક નજીક એક કારમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સ્થાનિકોએ આગ બુઝાવવાના પ્રયત્નો કર્યા બાદ ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો આગને પગલે કોઈ જાનહાની થઇ ના હતી જોકે કારમાં અચાનક આગ કેવી રીતે લાગી તે સ્પષ્ટ બન્યું નથી જોકે આગને પગલે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

(12:20 am IST)