Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

માળિયામાં ધમકી આપી ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી વડોદરાના શિનોર ગામમાંથી ઝડપાયો

મોરબીમાળિયા પોલીસ મથકમાં ધમકીના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપીને ઝડપી લેવા કાર્યરત નાસતા ફરતા સ્કવોડ રાજકોટ રેંજ ટીમે વડોદરાના શિનોરથી ઝડપી લીધો છે

રેન્જમાં અલગ-અલગ ગુન્હાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપસિંહ દ્રારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવેલ છે અને તે સ્કવોડના પીએસઆઈ જે.એસ. ડેલાના માર્ગદર્શન હેઠળ ટીમના મદારસિહ મોરી, ભગવાનભાઇ ખટાણા તથા મહાવીરસિહ પરમાર દ્વારા માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બીભત્સ ગાળો તથા ધમકી આપવાના ગુનામાં ગુનો બન્યા બાદથી એટલે કે છેલ્લા ત્રણ() વર્ષથી નાસતા-ફરતા આરોપી ભુપતભાઇ સવાભાઇ ઠાકોર રહે.મુળ ઝીંઝુવાડા તા.પાટડી જી.સુરેન્દ્રનગ હાલ- કુકસ ગામ તા.શીનોર જી.વડોદરા વાળાને શીનોર ગામેથી ઝડપી લઈને માળિયા પોલીસ મથકને સોપવા તજવીજ હાથ ધરી છે.

(12:28 pm IST)