Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

મોરબીમાં ચાલુ રીક્ષાએ બે લાખની રકમ સેરવી લેનાર ગેંગની ત્રણ મહિલા રાજકોટથી ઝડપાઈ

ત્રણ મહિલાને ઝડપી લઈને ચોરી થયેલ બે લાખની રકમ રીકવર કરી

મોરબીના ગાંધી ચોકથી વિસીપરા જતી રીક્ષામાંથી દંપતીની નજર ચૂકવી મહિલા મુસાફરોએ બેગમાં કાપો મારી બે લાખની રકમ સેરવી લીધાની  ફરિયાદને બાદ એક્શનમાં આવેલી પોલીસે રાજકોટથી ત્રણ મહિલાને ઝડપી લઈને ચોરી થયેલ બે લાખની રકમ રીકવર કરી છે

                 આ અંગેની વિગત મુજબ મોરબીમાં ચાલુ રીક્ષામાં બે લાખની રકમની ચોરી થઇ હોય જે ફરિયાદને પગલે એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીની ટીમના પીએસઆઈ બી ડી પરમારની ટીમે સીસીટીવી કેમેરા ફંફોસી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી હતી અને એ ડીવીઝન પોલીસના નિર્મળસિંહ જાડેજા, અજીતસિંહ પરમાર, શારદાબેન સાપરા અને નેહલબેન ડોડીયાની ટીમે બાતમીને આધારે રાજકોટ તપાસ કરી હતી અને રાજકોટ પોલીસની મદદથી મહિલાને પકડવા વોચ ગોઠવી હતી જેમાં કામીબેન ઉર્ફે રાજકુમારી ભગવાનસિંગ રામડાયલ શાસી, બિંદોબેન પરબતભાઈ હીરાભાઈ શાસી અને ગુંજાબેન મનદીયભાઈ ઉર્ફે મન્નુ મનોજભાઈ શાસી (રહે બધા કડિયા શાસી મધ્યપ્રદેશ) ને ઝડપી લઈને સઘન પૂછપરછ કરતા ચોરીની કબુલાત આપી હતી અને બેંકમાંથી પૈસા ઉપાડી જતી વ્યક્તિને શિકાર બનાવતા જેના થેલામાં કાપો મારી રોકડ સેરવી લેવી તેમજ લગ્ન પ્રસંગમાં નાના બાળકોને મોકલીને દાગીના ચોરી કરવાની કબુલાત આપી હતી મોરબી પોલીસે શાંસી (કડિયા) ગેંગની ત્રણ મહિલા આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે તો ચોરીમાં ગયેલ બે લાખની રકમ રીકવર કરવામાં પણ પોલીસને સફળતા મળી છે

 આ કામગીરીમાં પીઆઈ આર જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી ડી પરમાર, મણીલાલ ગામેતી, રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, શક્તિસિંહ ઝાલા, શેખરભાઈ મોરી, મહેન્દ્રસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા, ચકુભાઈ કલોતરા, જયપાલભાઈ લાવડીયા, અજીતસિંહ પરમાર, ભરતભાઈ ખાંભરા, રવિરાજસિંહ ઝાલા, હિતેશભાઈ ફુવરીયા, ફતેસિંહ પરમાર, શારદાબેન સાપરા, નેહલબેન ડોડીયા અને રીટાબા ઝાલા સહિતની ટીમ જોડાયેલ હતી

           ઝડપાયેલ મહિલા આરોપીઓ શાંસી (કડિયા) ગેંગની કામીબેન ઉર્ફે રાજકુમારી ભગવાનસિંગ રામદયાલ શાસી અગાઉ રાજપીપળા, વડોદરા અને પાદરા પોલીસ મથકમાં ચોરીના ગુન્હાઓમાં પોલીસ ચોપડે ચડેલી છે જયારે અન્ય આરોપી બિંદોબેન પરબતભાઈ હીરાભાઈ શાસી વિરુદ્ધ રાજપીપળામાં બે ગુન્હામાં અને ગુંજાબેન મનોજભાઈ શાસી ઝાલોદમાં પોલીસ ચોપડે ચડી ચુકી છે

(11:51 pm IST)