Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

મોરબીના લીલાપર રોડ પર ઉછીના પૈસા મામલે હુમલો :ગાળો આપી લાકડી ફટકારી

 

મોરબીના લીલાપર રોડ પરના ઇન્ડિયા નળિયા કારખાનામાં કામ કરતા લાલજીભાઈ દેવશીભાઈ હમીરપરા નામના યુવાને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી કિરણ ઉર્ફે બેબો નાગજી દેગામાં પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધેલ હોય જે રૂપિયા માંગતા ફરિયાદી યુવાને પગાર થયેલ નથી પગાર થાય પછી રૂપિયા આપીશ કહેતા આરોપી કિરણ ઉર્ફે બેબો નાગજી દેગામાં રહે વિલ્સન પેપરમિલ મોરબી અને સંજય નાગજી દેગામાં (રહે રામાપીર મંદિર, લીલાપર રોડ મોરબી )  ગાળો આપી લાકડીનો ઘા મારી ઈજા કર્યાની ફરિયાદ નોંધાવી છે પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

(11:46 pm IST)