Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

મોરબીમાં રેડીમેઇડ કપડાની દુકાન આગમાં બળીને ખાકઃ લાખોનું નુકશાન

મોરબી, તા., ૮: મોરબીમાં રવાપર રોડ પર આવેલ રેડીમેઇડ કપડાની દુકાન આગમાં બળીને ખાક થઇ જતા લાખોનું નુકશાન થયું હતું.  જાણવા મળતી વિગતો મુજબ રવાપર રોડ પર આવેલ જય અંબે સીલેકશન નામની વિશાળ રેડીમેઇડ કપડાની દુકાનમાં કોઇ કારણસર આગ લાગતા અને જોતજોતામાં આગની લપેટમાં આખી દુકાન આવી જતા આખી દુકાન બળીને ખાક થઇ ગઇ હતી. ફાયર બ્રિગેડને જાણ કર્યાના પગલે ફાયર બ્રિગેડના જવાનો વિનય ભટ્ટ, કાર્તીક ભટ્ટ, જયપાલસિંહ, રાયધન, કિશન ભટ્ટ તેમજ મુકેશ સોલંકી સહીતનો સ્ટાફ બે ફાયર ફાઇટરો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સતત બે કલાક પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

(4:05 pm IST)
  • વડોદરાના પાદરાના નેદ્રા ગામે દીપડાની દહેશત :૫ દિવસથી દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ :ગામના લોકોએ ખેતરોમાં જવાનું બંધ કર્યું :ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું access_time 1:36 am IST

  • રોબર્ટ વાડ્રા વિરુદ્ધ બદલાની ભાવનાથી કામ કરી રહી છે મોદી સરકાર :વાડ્રા વિરુદ્ધ ઇડીની કાર્યવાહીથી કોંગ્રેસ ગિન્નાઈ :વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી જવાથી હતાશ થઈને ઇડીના દરોડા પાડયા :કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બદલો લેવા જુના હથિયારોનો સહારો લઈને લોકોનું ધ્યાન ભટકવા પ્રયાસ કર્યો :આ પ્રકારની કાયરતા અને ધમકીભરી કાર્યવાહીથી કોંગ્રેસ અને તેના લોકો ઝુકવાના નથી access_time 1:01 am IST

  • ફરી ક્રૂડના ભાવો ઉંચકવાની શકયતા: ઓપેક અને નોન - ઓપેક દેશોએ પ્રતિ દિન ૧.૨ મિલિયન બેરલ જેટલંુ ઓઈલ ઉત્પાદન ઘટાડવા સહમત થયા છે : આથી વૈશ્વિક ક્રૂડના ભાવો વધશે તેમ મનાય છે access_time 3:54 pm IST