Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

જામનગર જી.જી. હોસ્પિટલમાં બાળાને ઉઠાવી જનાર મહિલા કોણ ? શોધખોળ

જામનગર : અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં શરીફાબેન અલાદાદભાઈ જીણાભાઈ બ્લોચ એ ફરીયાદ નોંધાવી છે કે, જી.જી.હોસ્પિટલના પ્રસુતી વોર્ડની બહાર આ કામના આરોપી સ્ત્રી નર્સના ર્સ્વાંગમાં આવેલ અને ફરીયાદી શરીફાબેનના દિકરી ની નવજાત જન્મેલ બાળકીને બાબા વોર્ડમાં લઈ જવાનું કહી તેમના કાયદેસરના વાલીપણામાંથી કોઈ પણ ઈરાદે તેની સાથે લઈ જઈ ગુનો કરેલ છે. ત્યારબાદ એસ.પી. સહિતની ટીમ જી.જી.હોસ્પિટલમાં પહોચી હતી અને બાળકીને ઉઠાવી જનાર સ્ત્રીને શોધવા માટે ચારે તરફ દોડધામ શરૂ કરી તે દરમ્યાન આ ઘટનાના ચારેક કલાક બાદ શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં ખોડીયાર માતાના મંદિર પાસે એક યુવતી પાસેથી મોડી સાંજે બાળકી મળી આવતા પોલીસે રાહનો શ્વાસ લીધો હતો. સુત્રોએ જણાવ્યું કે નવજાત બાળકીનું અપહરણ કરનાર નર્સના પહેરવેશમાં આવેલી યુવતિ ખોડીયાર મંદિર નજીક એક યુવતિને મળી મને ફોન આવ્યો છે તેમ કહીને બાળકીને તેને સોપી ફોનમાં વાત કરતા કરતા ત્યાંથી ફરાર થઈ ગઈ હતી જો કે યુવતિનું પગેરૂ દબાવતી પોલીસ બાળકીને જોઈ જતા હેમખેમ મળી આવી હતી. હાલ જે યુવતી પાસેથી બાળકી મળી તેની પૂછપરછ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. જયારે બાળકીને તેના માતા-પિતાને સોંપી દેવાઇ હતી.

(તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(4:04 pm IST)