Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

જુનાગઢના ઝાલણસરના સરપંચ પાસે ૮ લાખ માંગીને બઘા રબારીની ખૂનની ધમકી

જુનાગઢ, તા. ૮ : જુનાગઢના ઝાલણસરના સરપંચ પાસે જૂનાગઢના શખસે ૮ લાખ માંગીને ધમકી આપી હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે.

જુનાગઢ તાલુકાના ઝાલણસર ગામે જૂનાગઢના ગાંધીગ્રામમાં રહેતો બઘા મોરી નામના રબારી શખ્સે ગોચરની ૬ વીઘા જમીન પર પેશકદમી કરેલ.

આથી સરપંચ બિહારીભાઇ સાવલીયાએ આ શખસને અટકાવતા જેનાથી ઉશ્કેરાઇ જઇને સરપંચ પાસે રૂ. ૮ લાખની માંગણી કરેલ.

તેમજ જીઇબીના કોટેશનમાં સહી કરી આપવાનું કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ બિહારી સાવલીયાએ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:02 pm IST)