Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ખંભાળીયામાંથી ડીગ્રી વગરનો વધુ એક મુન્નાભાઇ એમબીબીએસ ઝડપાયો

ફરી એક વખત આરોગ્ય વિભાગ ઘેન નિંદ્રામાં રહયું અને પોલીસે તબીબ ઝડપ્યોઃ દવા મેડીકલ પ્રેકટીસના સાધનો સહીત રૂ. ૬૦,૩૮૦નો સામાન કબ્જે, બોગસ તબીબ સલાયાના આરોગ્ય શાખાનો કર્મચારી

ખંભાળીયા, તા., ૮: ખંભાળીયાના જડેશ્વર સોસાયટીમાં દવાખાનું ધરાવતો વિજય મથુરદાસ ગોંડીયા કોઇ પણ જાતની પ્રમાણીત ડીગ્રી વગર એલોપેથીક સારવાર કરવાની સાથે દવાઓ પણ આપતો હોવાની ચોક્કસ બાતમી ખંભાળીયા પીઆઇ એ.બી.જાડેજાને મળી હતી.

જેથી પોલીસ દ્વારા આરોગ્ય વિભાગને સાથે બોગસ તબીબના દવાખાનામાં રેઇડ કરી ડીગ્રી બાબતે પુછપરછ કરવામાં આવતા બોગસ તબીબ પાસેથી પ્રમાણીત ડીગ્રીઓ ન મળતા પોલીસ દ્વારા બોગસ તબીબ વિજય ગોંડીયાની અટક કરી દવાખાનામાં રહેલ દવાનો જથ્થો તથા પ્રેકટીસના સાધનો મળી કુલ રૂ. ૬૦,૩૮૦નો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. મળતી માહીતી મુજબ ઝડપાયેલ તબીબ સલાયા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતો હોવાનું પણ સામે આવેલ છે. પોલીસ દ્વારા મેડીકલ પ્રેકટીસ એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

(4:01 pm IST)