Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

લીંબડીમાં શિક્ષક દંપતિના ઘરમાંથી ૩ લાખની ચોરી

વઢવાણ તા. ૮ : સુરેન્દ્રનગરઙ્ગ જિલ્લામાં ચોરી લૂંટ જેવા કિસ્સાઓ લીંબડી ખાતે ગઈકાલે ધોળા દિવસે સોના-ચાંદીના ઘરેણા સાથે રોકકડ રકમ મળીને લાખ્ખો રૂપિયાની ચોરીનો બનાવ બનેલ હતો.

આ બનાવમાં શિકાર થયેલ હસુભાઇ કરશનભાઇ પરમાર જેઓ લીંબડીના સ્ટેશન રોડ ઉપર આવેલ રામનગર સોસાયટીમાં રહે છે. હસુભાઇ અને તેમના પત્ની ઉંટડીના સરકારી શાળામાં નોકરી કરે છે ત્યારે આ દંપતિના જણાવ્યા મુજબ બન્ને રૂટીંગ મુજબ નોકરીએ ગયેલ અને નોકરીનો સમય પુરો થતા ઘરે પરત આવેલ ત્યારે તેમના મકાનનો દરવાજો અંદરથી બંધ હતો ત્યારે મકાનની ચારો તરફ તપાસ કરતા એક બારી ટુટેલ જોવા મળી હતી અને જોતજોતામાં ખબર પડી કે તેઓના ઘરમાં ચોરી થઇ ચુકી છે.

આ બાબતે તાત્કાલીક લીંબડી પોલીસઙ્ગ મથકે જાણ કરેલ અને લીંબડી પોલીસે પ્રાર્થમિક તપાસ હાથ ઘરી હતી ત્યારે આ બાબતે આ ચોરીનો શિકાર બનેલ હસુભાઇએ પોલીસને જણાવેલ કે મારા મકાનમાંથી આશરે સોના-ચાંદીના ઘરેણા સાથે રોકકડ રકમ ત્રણ લાખની ચોરી થયેલ છે ત્યારે પોલીસે જણાવેલ કે તમામ બીલો રજુ કરો અને જે સોનીએ ઘરેણા બનાવેલ છે તેને રજુ કરો આમ કહીને ચોવીસ કલાક પછી હસુભાઇની ફરીયાદ લેવામાં આવી હતી.

(3:59 pm IST)