Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ઉમેશ સોલંકી નામનો ગઠીયો હવાલો કરી આપવાનું કહી કળા કરી ગયોઃ મેનેજરની પોલીસમાં અરજી

ગોંડલ, તા.૮: ગોંડલ નાની બજાર આર્ય શેરી મુંબઇ મલાડ ખાતે આવેલ આંગળીયા પેઢીના મેનેજરને વિશ્વાસમાં લઇ કોઈ ગઠિયા એ રૂ ૫૮ લાખની છેતરપીંડી કરતા પોલીસ દ્વારા તપાસના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ આર્ય શેરી ખાતે આવેલ પી વિજય કુમાર એન્ડ કંપની ના મેનેજર રમેશભાઈ ત્રિભોવનદાસ પટેલ દ્વારા ગોંડલ સીટી પોલીસ માં અરજ કરવામાં આવી છે કે ઉમેશ સોલંકી નામના ગઠિયા એ ગોંડલ તેમજ મુંબઇ મલાડ ખાતે આવેલ તેઓની બ્રાન્ચ ઓફીસ ના મેનેજર ને વિશ્વાસ માં લઇ હવાલો કરવી આપવાનું જણાવી રૂ. ૫૮ લાખ લાઇ જઇ છેતરપીંડી કરવામાં આવી છે, પોલીસ પણ ૫૮ લાખની છેતરપીંડી ની અરજ થઈ ચોકી ઉઠી હતી અને પીઆઈએસ અલકાબેન ઠાકોર દ્વારા તાપસ ના ચક્રોગતિમાન કરાય હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે દેશ ના તમામ શહેરોમાં આવેલ આંગળીયા પેઢી માં સીસીટીવી કેમેરા ઓ ફરજીયાત લગાવામાં આવ્યા છે, પોલીસે આ કેસ માં પણ જેના ફૂટેજ પણ પોલીસ દ્વારા તપાસવામાં આવશે.

(3:58 pm IST)