Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ગિરનાર પર્વત પર ૭.૪ ડિગ્રી કાતિલ ઠંડી

જૂનાગઢ તા. ૮ :.. આજે તાપમાન વધુ ઘટતા ગીરનાર પર્વત પર ૭.૪ ડીગ્રી કાતિલ ઠંડી અનુભવાઇ હતી. ઠંડી વધતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.   આ સપ્તાહમાં સતત તાપમાન ઘટી રહ્યુ છે ગઇકાલની સરખામણીએ આજે સવારે લઘુતમ તાપમાનનો પારો વધુ બે ડીગ્રી નીચે ઉતરીને ૧ર.૪ ડીગ્રીએ સ્થિર થતા લોકોએ તીવ્ર ઠંડી અનુભવી હતી.

જૂનાગઢનાં ગિરનાર પર્વત અને તેનાં જંગલ વિસ્તારમાં ૭.૪ ડીગ્રી તાપમાન રહેતા સમગ્ર પર્વતીય અને વન વિસ્તાર કાતિલ ઠંડીના સંકજામાં સપડાય ગયો હતો. ઠંડીની અસર પ્રવાસીઓ પર રહી હતી. (પ

(11:53 am IST)