Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

બે વર્ષના બાળકને દિપડો ઉઠાવી ગયા બાદ બગસરાના સુડાવડમાં સિંહ દ્વારા બળદનું મારણ

 બગસરા, તા. ૮: બગસરા તાલુકાના સુડાવડ ગામે ત્રણ દિવસ પૂર્વે એક દિપડા દ્વારા આદિવાસી પરિવાર પર હુમલો કરી બે વર્ષના બાળક ને ઉઠાવી ગયો હતો જેની હજુ સુધી ભાળ મળી નથી કે પાંજરૂ મૂકવા છતાં આ દીપડો હાથ આવ્યો નથી.

તેવા સમયે વહેલી સવારે ખેડૂત ભાભલુભાઈ જીવાભાઈના ખેતરમાં બાંધેલા બળદ પર સિંહ પરિવાર દ્વારા હુમલો કરી બળદનું મારણ કરવામાં આવ્યું છે. સિંહના આ હુમલાને કારણે ગ્રામજનોમાં વધુ ફફડાટ ફેલાયો છે લોકો હવે રાત્રિના સમયે ખેતર તરફ જવાનું પણ ટાળવા લાગ્યા છે. વનવિભાગ દ્વારા પણ દીપડાના હુમલા પછીથી સતત સુડાવડ ગામે ધામા નાખી આ દીપડાની તપાસ કરવામાં આવી રહી હતી ત્યાં સિંહના હુમલાથી

વનવિભાગ ને કામગીરીમાં વધારો થયો છે. સુડાવડ ગામના સરપંચ ચતુરભાઈ ના જણાવ્યા અનુસાર વન વિભાગ તથા ગ્રામજનો બંને દ્વારા બાળકની ભાળ મેળવવા માટે દ્વારા પૂરતી મહેનત કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.(૯.ર)

(11:53 am IST)