Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ઉના પંથકની સગીરા ઉપરના દુષ્કર્મોના કેસમાં આરોપીને ૧૦ વર્ષની સજા અને દંડ ફટકારતી કોર્ટ

ઉના, તા.૮: ઉના તાલુકાની સગીર યુવતિ ઉપર બળાત્કારના ગુન્હામાં કોર્ટે આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા  તથા પ,પ૦૦/નો દંડ ઉનાની સ્પેશ્યલલ પોકસ કોર્ટે ફટકારી  ૩૪ મહિનામાં ઝડપી ચુકાદો આપેલ હતો.

ઉના તાલુકામાં રહેતી સગીર વયની ૧૬ વર્ષની કિશોરી ખેત મજુરી કરતી હતી અને છકડા રીૅક્ષા ચાલક મુળ સુલતાનપુર/ ઉના તાલુકા ને ઉના રહેતો રાજુ ખોડાભાઇ રબારી ઉ.વ.૩૨ પરિણીત છે. આ સગીરાને ફોસલાવી લલચાવી ગત તા.૨૪-૨-૨૦૧૬નાં રોજ ભગાડી જઇ જુદી જુદી જગ્યાએ લઇ જઇ શારીરીક દુષ્કર્મ કરીને બળાત્કાર કર્યાની ઉના પોલીસમાં સગીરાના પિતાએ ફરીયાદ નોંધાવતા ઉના પોલીસ ઇન્સ્પેકટરે ગત તા.૪/૩/૧૬નાં ધરપકડ કરી હતી.

આ અંગેનો કેસ ઉનામાં આવેલ સ્પેશીલ પોકસો કોર્ટમાં ચાલતા સરકારી વકિલશ્રી મોહનભાઇ ગોહેલે ફરીયાદીની જુબાની, ભોગ બનનારનું નિવેદન, પોલીસ અધિકારીની જુબાની, () તબીબી રીપોર્ટ વગેરે રજુ કરી સખ્તમાં સખ્ત સજા આપવા રજુઆત કરતા ઉનાની સ્પેશ્યલ પોકસો કોર્ટના જજશ્રી, ડી.એસ.ત્રિવેદી તમામ પુરાવા, દલીલો માન્ય રાખી આરોપી રાજુ ખોડાભાઇ રબારી રે.ઉનાવાળાને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ.પાંચ હજાર પાંચસો રૂપીયા દંડ ભરવાની સજા કરેલ હતી. અને માત્ર ૩૪ મહિનામાં દુષ્કર્મનાં કેસની સજા સંભળાવી ઝડપી ચુકાદો આપેલ છે. કેસ ચાલેલ તે દરમ્યાન આરોપી જામીન ઉપર મુકત હોય તેને જેલ હવાલે કરવા કહેતા પોલીસે પકડી જુનાગઢ જેલમાં લઇ જવાની કાર્યવાહી કરી હતી.(૨૩.પ)

(11:53 am IST)