Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ઝવેરચંદ મેઘાણીના પુત્રવધુ સ્વ.કુસુમબેન મેઘાણીની માસીક પુણ્યતિથીએ શ્રદ્ધાંજલી અર્પતા બોટાદ કાઠી ક્ષત્રીયસેનાના પ્રમુખ સામતભાઇ જેલબીયા

બોટાદ તા. ૮ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્રવધુ સ્વ.કુસુમબેન નાનકભાઇ માઘાણીની પ્રથમ માસીક પુણ્યતીથી નિમિતે બોટદા કાઠી ક્ષત્રીયસેનાના પ્રમુખ મેઘાણી ચાહક સામતભાઇ જેબલીયાની અધ્યક્ષતામાં સ્વ.કુસુમબેન મેઘાણીને શ્રદ્ધાંજલી આપવામાં આવેલ અને આ તકે શ્રી સુર્યનારાયણદેવ અને પાળીયાદ ઠાકરને પ્રાર્થના કરવામાં આવેલ કે સ્વ.કુસુમબેન મેઘાણીના દિવ્યઆત્માને પરમ શાંતિ આપે અને સામતભાઇ જેબલીયા છેલ્લા ર૮ વર્ષથી બોટાદમાં મેઘાણીજીની જન્મજયંતિ અને પુણ્યતિથી માનભેર ઉજવે છે આ તકે સામતભાઇ જેબલીયા જણાવે છે કે આ મેઘાણી પરીવારના ઝવેરચંદ મેઘાણીના સુપુત્ર નાનકભાઇ મેઘાણી તથા કુસુમબેન મેઘાણી તથા પીનાકીભાઇ મેઘાણીએ સામતભાઇ જેબલીયાને ત્યાં પધરામણી કરી કાઠીયાવાડના કાઠી સમાજનો અદકેરો આદર આવકાર અને રજવાડી મહેમાન ગતી માણેલ અને આ તકે સામતભાઇ જેબલીયા જણાવે છેકે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ પગે ચાલી, ગામડાઓ ખુંદી, પાળીયાઓધોઇ, કાઠી ક્ષત્રીય સમાજનો ધુળમાં ધરબાયેલ સુવર્ણ ઇતિહાસ એકઠો કરી કાઠી ક્ષત્રીય સમાજમાં થઇ ગયેલ સંતો-મહંતો, સુરવીરો, બહારવટીયાઓ, દાતારો વિગેરેના અનેક પુસ્તકો પ્રગટ કરેલ અને તેમા સૌરાષ્ટ્રની રસધારના એક (૧) થી પાંચ કપ) ભાગ પ્રગટ કરી કાઠી ક્ષત્રીય સમાજને ચાર ચાંદ લગાડી દીધેલ તેથી સમગ્ર કાઠી ક્ષત્રીય સમાજ મેઘાણી પરીવારનો આજીવત રૂણી છ.ેઝવેરચંદ મેઘાણીના દરેક કાર્યક્રમાં સામતભાઇ જેબલીયા પીનાકીભાઇની સાથે રહે છે, તેમ બોટાદના સામતભાઇ જેબલીયાની યાદીમાં જણાવેલ છે.(૬.૧૧)

(11:52 am IST)