Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

જસદણઃ ફરજમાં ગેરહાજર રહેવાના કેસમાં એ.એસ.આઇ.નો નિર્દોષ છુટકારો

 જસદણ તા.૮: ફરજમાં ગેરહાજર રહેવાના કેસમાં જસદણ કોર્ટે એ.એસ.આઇ.નો નિર્દોષ છુટકારો ફરમાવેલ છે.

 આ કામે ફરીયાદી પક્ષના કેસની હકીકત એવી છે કે આરોપી ડાયાલાલા વાઘજીભાઇ મકવાણા આસી.સબ ઇન્સ્પેકટર જસદણ-પોલીસ સ્ટેશન જસદણ તા.૧૦-૪-૨૦૦૧ના રોજથી કોઇપણ પ્રકારની રજા કે મંજુરી કે જાણ કર્યા વગર પોતાની સરકારી ફરજ પર હાજર નહી રહી તેમજ ઉપરી અધિકારી તરફથી ફરજ પર હાજર થવા અંગે નોટીસ આપવા છતાં પોલીસમાં ફરજમાં હાજર નહીં થઇ, ગેરહાજર રહી, ડી.એસ.પી. રાજકોટ રૂરલ રાજકોટના કાયદેસરના હુકમનું ઉલ્લંઘન કરી લાંબાસ સમય સુધી પોતાની પોલીસ તરીકેની ફરજમાં મનસ્વી રીતે ગેરહાજર રહી બી.પી.એકટની કલમ ૧૪૫ તથા ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૭૪, ૧૮૮ મુજબનો સજાર્નીે પાત્ર ગુનો દાખલ કરી આરોપી પોલીસકર્મી વિરૂદ્ધ પુરતો પુરાવો હોવાથી જસદણ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ હતું.

કોર્ટે આ કામે આરોપીના વકીલ શ્રી એન.ડી. રાઠોડ સાથે સહમત થઇ આરોપી ને ફરીયાદની હકીકતે આક્ષેપીત ગુના લાગુ પડતા ન હોય તકસીરવાન ઠરાવી શકાય નહી. જેથી આરોપીનેે નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુુકમ કરેલ છે. આરોપીના એડવોકેટ તરીકે એન.ડી. રાઠોડ તથા ચિરાગ ત્રેૈટીયા તથા નીતિન કટેશીયા રોકાયેલા હતા.(૧.૬)

(11:51 am IST)