Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

પ્રભાસપાટણમાં સેવા સેતુ કાર્યક્રમ

 પ્રભાસપાટણ વેરાવળ-પાટણ નગરપાલિકા વોર્ડ નં.૨,૩,૪, ના શહેરી સેવા સેતુ કાર્યક્રમ રાજયના બિજ નિગમ ચેરમેન રાજશીભાઇ જોટાવાના હસ્તે ખુલ્લો મુકાયેલ જેમાં પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, નગરપાલીકાના પ્રમુખ મંજુબેન સુયાણી અને નગરપાલીકાના સભ્યોએ હાજરી આપેલ હતી. ચીફ ઓફીસર મહેતા, મામલતદાર દેવકુમાર આંબલીયા ની હાજરીમાં સેવા સેતુ કાર્યક્રમમાં ૩૦૦૦ થી વધુ લોકોના પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ થયેલ જેમાં વિધવા સહાય, નિરાધાર સહાય ના હુકમો તથા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, એલ.પી.જી. ગેસ-૧૦ કીટનું વિતરણ  લાભાર્થીઓને કરવામાં આવેલ. કાર્યક્રમમાં પ્રશ્નો સાંભળવામાં આવ્યા તે તસ્વીર (૩.૧)

(11:49 am IST)