Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

સોમનાથ ત્રિવેણી સંગમનાં મહેમાન બનતાં સાઇબેરીયન વિદેશી પક્ષીઓઃ ગાઠિયા ખાવાનાં શોખીન

પ્રભાસ પાટણ તા.૮: પ્રતિ વર્ષ શિયાળામાં હજારો માઇલ દૂરથી હુંફાળો શિયાળો ગાળવા આવતા સાયબેરીયન-સીંગલ પક્ષીઓ પવિત્ર ત્રિવેણી નદી સંગમે કલબલાટ કલરવથી ગુંજી ઉઠયો છે.

આ પક્ષીઓની ઉડા-ઉડ અને કિનારા ઉપર બેસેલા જોઇ આ નયનરમ્ય નઝારો જોઇ સૌ કોઇ યાત્રિકો મંત્રમુગ્ધ બને છે. અને આ પક્ષીઓ ગાંઠિયા ખાવાનાં જોરદાર શોખીન છે અને યાત્રિકો જયારે આ પક્ષીઓને ગાંઠિયા નાખે છે ત્યારે પક્ષીઓ પડાપડી કરે છે અને તમમ ગાંઠિયા સફાચટ કરી જાય છે. અને આ પક્ષીઓને કારણે બહાર ગાંઠિયા વેચતા લોકોને પણ રોજગારી મળે છે.

વિદેશનાં ઠંડા પ્રદેશમાંથી આવતા આ પક્ષીઓ સમુહ કુટુંબ કબીલા સાથે આખો શિયાળો અહીં વિતાવે છે અને શિયાળો પૂર્ણ થતા પોતાના વતન આકાશ માર્ગે રવાના થાય છે. વર્ષોથી અહીંની મહેમાનગતિ માણતા આ પક્ષીઓને આ ભૂમિમાં પોતાનું બીજુ ઘર હોય તેમજ વિશ્વાસ હોય તેમ વર્ષોથી આવતા જ રહે છે તેને કોઇ સરહદ કે સીમાડા નડતા નથી.(૧.૯)

(11:48 am IST)