Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

માળીયાના વેજલપર પેટા કેનાલમાં ઓચિંતુ પાણી છોડતા કેનાલમાં મસમોટુ ગાબડુ પડયુ લાખો લીટર પાણીનો વેડફાટ

પેટા કેનાલમાં સિંચાઈનુ પાણી પહોંચે તે પહેલા ઉખડતા ભ્રષ્ટાચારના પોપડા કેનાલ રિપેરીંગનુ આરસીસી પાણીમાં ધોવાયુ

માળીયામિંયાણાના વેજલપર પેટા કેનાલમાં આજે સવારે ઓચિંતુ પાણી છોડાતા વેજલપર પાસેના સાઈફન નજીક કેનાલમાં મસમોટુ ગાબડુ પડી જતા લાખો લીટર પાણીનો વેટફાટ થયો હતો જે પાણી ખેડુતોને તો હાથ ન લાગ્યુ પણ હોંકળા છલોછલ ભરાઈ ગયા હતા ત્યારે આજે વેજલપર પેટા કેનાલમાં ઓચિંતો પાણીનો પ્રવાહ આવતા કેનાલમાં ભ્રષ્ટાચારના પોપડા ઉખડ્યા હતા અને કોન્ટ્રાકટરની પોલંપોલ તો પહેલેથી જ છતી થઈ ગઈ છે સાથે અધિકારીઓની મીલીભગત હોય તેમ કરોડોની કેનાલમાં આજદીન સુધી તપાસ કરી હલકુ મટીરીયલ વાપરી કેનાલમાં ભ્રષ્ટાચાર કરનાર વિરૂદ્ઘ કેમ પગલા નથી લેવાયા તેવો સવાલ ઉઠવા પામ્યો છે ઉલ્લેખનીય છેકે કેનાલને બન્યા સાતેક વર્ષ બાદ પહેલી વખત પાણીનો રેલો આવતા ભ્રષ્ટાચારે પોકાર કર્યો હતો અને પોપડા ઉડીને આંખે વળગે તેમ કોન્ટ્રાકટર એક સાંધે ત્યા તેર તુટે જેવો દ્યાટ સર્જાયો છે જે કોન્ટ્રાકટરનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે હાલ વેજલપર સાઈફન પાસે કેનાલનુ રિપેરીંગ કામ ચાલુ છે જયા ગઈકાલે આરસીસી કામ કરેલ હતુ ત્યારે અચાનક પાણી આવતા આરસીસી પાણીમાં ધોવાઈ ગયુ હતુ તો સામે મસમોટુ ગાબડુ પડી જતા જોયા જેવી થઈ હતી ગુજરાતમાં સૌની યોજના હેઠળ ખેતરે ખેતરે પહોંચશે નર્મદાના નીર ખેડુતોને બનાવશે સમૃદ્ઘ સરકારની આ જાહેરાત માળીયા પંથકમાં કાગળ પર જ રહી હોય તેમ કેનાલ બન્યાને સાતેક વર્ષ બાદ પણ આજે પણ માઈનોર પેટા કેનાલ ખાલીખમ ભાંગીને ભુક્કો થઈ ગઈ છે જે માત્ર શોભાના ગાંઠીયા સમાન બની રહી છે છેલ્લા સાતેક વર્ષથી બનેલી કેનાલમાં આજદિન સુધી ખેડુતોને એક બુંદ પાણી નથી ત્યા કેનાલો ભાંગીને ભુક્કો થઈ છે તો કયાંક ગાંડા બાવળો ઉગી નીકળ્યા છે આ કેનાલ પૈસા કમાવવાનુ સાધન બની ગયુ હોય તેમ વારંવાર કંઈકને કંઈક નાટક ચાલ્યા રાખે છે જેમા કેનાલ પર જેસીબીથી ગાંડા બાવળો કાઢે છે તેમજ કેનાલને સાફ કરી નવુ રૂપ આપે છે કેનાલનુ રિપેરીંગ કરાઈ છે જે માત્ર ખેડુતોને ખુશ રાખવા માત્ર લોલીપોપ સમાન મજાક કરતા હોય તેમ હજુ સુધી પાણી તો નથી આવ્યુ પણ કોન્ટ્રાકટર અને ભ્રષ્ટાચારી અધિકારીઓ પોતાના ખીસ્સા ગરમ કરતા હોય તેમ જણાય રહ્યુ છે.(૨૩.૬)

(11:42 am IST)