Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ઓખા શહેર ભાજપ હોદેદારોની મીટીંગ

 ઓખા શહેર ભાજપના તમામ હોદેદારો, બુથ સમિતિના સભ્યો, શકતી કેન્દ્રના કાર્યકરોની મીટીંગનું આયોજન ઓખા લોહાણા મહાજન વાડી ખાતે યોજવામાં આવ્યું હતું. અધ્યક્ષ સ્થાને રાજય સરકારના માજી મંત્રી ચીમનભાઇ સાપરીયા તથા ચેરમેન મેઘજીભાઇ કણજારીયા રહ્યા હતાં. ર૦૧૯ માં આવનારી લોકસભાની ચૂંટણીનું માર્ગદર્શન આપતા ઓખા શહેર પ્રમુખ મોહનભાઇ બારાઇએ 'બુથ જીતો લોકસભા જીતો'નુ સુત્ર સાર્થક કરવા દરેક કાર્યકરોએ પોતાની બુથની જવાબદારીઓ સંભાળી લેવા સુચનો કર્યા હતાં. ત્યારે દરેક કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ઓખા નગરપાલીકાના પ્રમુખ શ્રીમતી વંદનાબેન વિઠલાણી સદસ્ય, ડો. પુષ્પાબેન સોમૈયા, વેપારી અગ્રણી મનસુખભાઇ બારાઇ સાથે ઓખા શહેર ભાજપના કાર્યકરો, સંગઠનના હોદેદારો તથા ચંૂટાયેલા તમામ સભ્યો હાજર રહ્યા હતાં. (પ-૧૬)

(11:42 am IST)