Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ગોંડલ યાર્ડમાં જયંતિભાઇ ઢોલનુ શાસન હચમચી ઉઠયું?

સોમવારે યાર્ડના ૧પ સભ્યો ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણીમાં પસંદગી કરશે

 ગોંડલ તા. ૮ : સૌરાષ્ટ્રના અગ્રીમ હરોળના ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા ર૦ વર્ષથી ભાજપના જયંતીભાઇ ઢોલ ચેરમેન પદે છે ત્યારે અમુક સભ્યો તેને હટાવવા માટેની રજુઆત જયરાજસિંહ જાડેજાને કરતા જયરાજસિંહ જાડેજાએ તા.૧૦ ના ચૂંટણી યોજવાની વાત કરેલ અને માર્કેટીંગ યાર્ડના ૧પ સભ્યો દ્વારા ચૂંટણી યોજીને ચેરમેન વાઇસ ચેરમેનની પસંદગી કરશે તેમ રાજેશ ટોળીયા જણાવે છે.

છેલ્લા ર૦ વર્ષથી માર્કેટીંગ યાર્ડને ગુજરાતમા ટોચના શીખરે લઇ જનાર જયંતીભાઇ ઢોલ સામે અમુક અસંતુષ્ઠ સભ્યોએ જયંતીભાઇ ઢોલને હટાવવાની મુદીમ  ચલાવતા  બીનહરીફ  રહેતા જયંતીભાઇ ઢોલને ચુંટણીનો સામનો કરવો પડશે.

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ચાલતા જુથવાદની આરડીસી બેંકના મેનેજીંગ ડીરેકટર અને ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં પૂર્વ વાઇસ ચેરમેન ઘનશ્યામભાઇ ખાટરીયાએ જણાવ્યું હતું કે જુથવાદથી ગોંડલ માર્કેટીંગ યાર્ડ ભાંગી જશે જયંતીભાઇ ઢોલના નેતૃત્વમાં યાર્ડની પ્રગતી થઇ છ.ે

યાર્ડમાં ચેરમેનની મુદત પુરી થતા છેલ્લા ૧પ વર્ષથી બીનહરીફ થતા માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયંતીભાઇ ઢોલ સામે અસંતુષ્ઠ યાર્ડના સભ્યો જયરાજસિંહ જાડેજાને મળીને ચેરમેન બદલાવવાની રજુઆત કરેલ અને તા. ૧૦/૧ર/ર૦૧૮ ના રોજ યોજાવાની ચુંટણીમાં નવા ચેરમેન બનાવવાનું નકકી થયેલ છે.

આ અંગે જયંતીભાઇ ઢોલને રાજીનામુ આપવાનું કહેતા તેને રાજીનામુ આપવાનો ઇન્કાર કરેલ હતો તેની છેલ્લા ચાર ટર્મથી બીનહરીફ થતા યાર્ડના ચેરમેન જયંતીભાઇ ઢોલ સામે જયરાજસિંહ જુથના યાર્ડના સભ્યો ચેરમેનની ચુંટણીમાં નવા ચેરમેન સામે વોટીંગ કરશે. હાલમાં આ માટે સમાધાનના પ્રયાસો થઇ રહ્યા છે.

(11:42 am IST)