Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ગત દિવસોમાં ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીનું કૌભાંડ બહાર આવ્યા બાદ

હવે તુવેર ખરીદીમાં પણ થયું છે કૌભાંડ ? માણાવદરમાં નાફેડ દ્વારા ખરીદવામાં આવેલી તુવેરના જથ્થામાં માટી અને કાંકરા નીકળ્યા : રાજકોટના વેપારીએ સ્થળ પર માલ ચકાસતા ભાંડો ફૂટ્યો : તપાસનો ધમધમાટ : કલેકટર ડો.સૌરભ પારધી દ્વારા એજન્સીને ચકાસણીની તાકીદ

 જુનાગઢ, તા. ૮ : માણાવદરમાં તુવેરમાં માટી કાંકરા મુદે એજન્સી અંગે તપાસવા ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ જિલ્લાના માણાવદર ખાતે કુલદીપ જીનીંગ ીમલના નાફેડ દ્વારા ખરીદવામાં આવેલી તુવેરના જથ્થામાં માટી અને કાંકરા નીકળતા રાજકોટના છેપારી દિપક નથવાણીએ તુવેર નહિ ઉપાડતા દોડધામ મચી ગઇ હતી.

આ વેપારીએ નાફેડ પાસેથી ૮પ ટકા તુવેરની ખરીદી કરેલી અને જે પેટે રૂ. ૩પ લાખનું પેમેન્ટ ભરી આપેલ.

માણાવદર ખાતેથી ખરીદાયેલ તુવેરમાં માટી,ઢેફા અને કાંકરા નીકળતા જે અંગે વેપારીઓ નાફેડના અધિકારીઓનું ધ્યાન દોરીને જથ્થો નહિ ઉપાડવાનું કહી દીધું હતું.

આ અંગે નાફેડ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે આ પ્રકરણનાં મુખ્ય વિગતો મેળવવા કલેકટર ડો. સૌરભ પારધીએ પણ કમર કસી છે.

કલેકટર ડો. સોૈરધ પારધીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે સમગ્ર પ્રક્રિયા નાફેડ દ્વારા કરવામાં આવી છે આમ છતાં વહીવટી તંત્રએ નવા મુદ્દે શં કરવાનું થાય છે તે અંગે માર્ગદર્શન મેળવવામાં આવી રહયું છે અને એજન્સી બાબતે તપાસની જવાબદારી હાથ ધરવામાં આવી છે.

મગફળીની ખરીદીમાં માટી -કાંકરાનું કોૈભાંડ ગાજયા બાદ હવે સોરઠમાં તુવેર ખરીદી ભુત ધુણતા સનસની મચી ગઇ છે.

મે નાફેડ પાસેથી ૮૫ ટકા તુવેરની ખરીદી કરી છે. આ માટે ૩૫ લાખ રૂપિયા પહેલાં જ ભરી દીધા છે. માલ સાર નહોતો એટલે મેં નાફેડની ડિસ્ટ્રીકટ ઓફિસનાં મેનેજરને ફોન કર્યો. તેમણે મને મંગળવાર સુધીમાં સારો માલ આપવાની અથવા પૈસા રીફન્ડ આપવાની ખાતરી આપી છે.

તેમ તુવેરદાળનાં વેપારીએ જણાવ્યું હતું.(૮.૧૦)

(3:58 pm IST)