Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

થાનના સરોડીમાં દેવાભાઇ કોળી અને પુત્ર વિરમ પર ધારીયાથી હુમલો

કુવાનું પાણી લેવા બાબતે કાકાના દિકરા સુખા સહિતના તૂટી પડ્યા

રાજકોટ તા. ૮: થાન તાબેના સરોડી ગામે રહેતાં દેવાભાઇ કેશુભાઇ મેટાણીયા (કોળી) (ઉ.૫૫) પર તે રાત્રે નવેક વાગ્યે વાડીએ હતાં ત્યારે તેના જ કાકાના દિકરા સુખા ટપુભાઇ મેટાણીયા સહિતનાએ ધારીયાથી હુમલો કરી ઇજા કરતાં પુત્ર વિરમ દેવાભાઇ મેટાણીયા (ઉ.૨૭) વચ્ચે પડતાં તેને પણ ઘાયલ કરવામાં આવતાં પિતા-પુત્ર બંનેને ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.દેવુભાઇ અને તેના કાકાના દિકરા વચ્ચે સહીયારો કૂવો છે. હાલમાં ઘઉનું વાવેતર કર્યુ હોઇ બંને વારાફરતી કુવામાંથી પાણી લે છે. રાત્રે પાણીના વારા બાબતે બોલાચાલી થતાં સુખા સહિતનાએ હુમલો કર્યાનું જણાવાતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:40 am IST)