Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

જામનગરમાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીનો કલેકટરના હસ્તે પ્રારંભ

જામનગર તા. ૮ : 'સશસ્ત્ર સેના ધ્વજદીન' ની ઉજવણી તા. ૦૭ ડિસેમ્બરના રોજ દેશભરમાં કરવામાં આવે છે આ ઉજવણીના ભાગરૂપે કલેકટરશ્રી રવિશંકરએ સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીની શરૂઆત કરાવેલ હતી અને રૂ. એક હજારનું રોકડમાં અનુદાન આપેલ હતું. આ પ્રસંગે જાહેર જનતાને દેશની સુરક્ષિતતા, અખંડિતતા અને માભોમની રક્ષા કાજે પોતાના પ્રાણન્યોછાવર કરનાર વિરલાઓનું ઋણ ચુકવવા અને આ દિનથી શરૂ થનાર સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે અધિકારીઓ/કર્મચારીઓ, શાળા, કોલેજોના પ્રિન્સીપાલો, દાતાઓ, માજી સૈનિકો તથા અન્ય મહાનુભાવોને ઉદાર હાથે પોતાનો ફાળો આપવા કલેકટરશ્રી રવિશંકરએ અપીલ કરી હતી.

આ ફાળાની રકમ કલેકટર અને પ્રમુખશ્રી, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, લાલ બંગલો, જામનગર ખાતે ચેક ડ્રાફટ કે રોકડથી સ્વિકારવામાં આવે છે આ કચેરીનો સંપર્ક નંબર ૦૨૮૮ ૨૫૫૮૩૧૧ છે.

આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના અધિકારીશ્રી યોગેશ ચૌધરીએ આજીવન દાતા શ્રી હરીભાઇ ભાનુશાળી તરફથી આપવામાં આવે રૂ. ૩૩ હજાર ની અનુદાન રાશી ચેક દ્વારા કલેકટરશ્રીની હાજરીમાં સ્વિકારેલ હતો અને કલેકટરે તેમની આ રાષ્ટ્રભાવનાને બિરદાવી તેમનો આભાર માન્યો હતો. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી યોગેશ ચૌધરી, હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા અને એરફોર્સ એસોસીએશનના સેક્રેટરીશ્રી કે.પી.સીંગ દ્વારા પણ તેમનું યોગદાન આપી દેશના વીર જવાનો પ્રત્યે પોતાની લાગણી વ્યકત કરી હતી. ઙ્ગઙ્ગઙ્ગઙ્ગ

આ પ્રસંગે કલેકટર શ્રી રવિશંકરએ હાજર રહેલ તમામ પ્રેસ અને ઇલેકટ્રોનિક મીડિયા દ્વારા તારીખ ૭ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવતા સશસ્ત્ર સેના ધ્વજદિન બાબતે સેવારત સૈનિકો, શહીદ સૈનિકો અને દિવંગત સૈનિકોના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યકત કરેલ અને તેઓના પરિવારોના ઉત્કર્ષ અર્થેઙ્ગ ભંડોળ એકઠું કરવા જાહેર જનતા, ઔધોગિક એકમો, સરકારી/અર્ધ સરકારી, તથા દાતાઓને અપીલ કરેલ. આજના યુવાનો માટે એક મિશાલ શ્રી હરીભાઇ ભાનુશાળી દ્વારા તમાકુનું વ્યસન ત્યજી તેમાંથી બચતા પૈસાની ફિકસ ડીપોઝીટ કરાવી અને દર વર્ષે સશસ્ત્ર સેના ધ્વજ દિનના અવરસે આજીવન રૂ. ૩૩,૦૦૦નો ઉદાર હાથે ફાળો આપે છે.

આ પ્રસંગની દરેક ક્ષેત્રે સુચારૂ ઉજવણી થાય અને સરકારશ્રીએ ફાળવેલ ભંડોળનુ લક્ષ્યાંક પુર્ણ થાય તે માટે રાત-દિવસ લોકસંપર્ક કરી માહિતીનું વિતરણ કરનારઙ્ગ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગરના નરેન્દ્રસિંહ જાડેજા, પ્રદિપકુમાર વાયડા, રેખાબેન દુદિકીયા, રમેશભાઇ ડાંગર, રાજુભાઇ ચૌહાણ, એનસીસી કેડેટસ જાડેજા સત્યપાલસિંહ, બગડા વિજય પણ હાજર રહ્યા હતા અને તેઓની કામગીરીને કલેકટરશ્રી રવિશંકરએ બીરદાવી હતી.

લાલપુર તાલુકાના ખેડૂતોએ અછત સહાય મેળવવા માટે અરજી કરવી

ચાલુ વર્ષે રાજયના ઘણા જિલ્લા અને તાલુકામાં ઓછો વરસાદ થયો છે જેથી ગુજરાત સરકારએ ૨૫૦ થી ૪૦૦ મીમી સુધીમાં પડેલ વરસાદ વાળા વિસ્તારમાં આવતા જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનો અછતમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે જેથી અછતમાં સમાવિષ્ટ તાલુકાના તમામ ખેડૂતોને કૃષિ ઇનપુટની સહાય જાહેર કરેલ છે. આ તાલુકાના ખેડૂત મિત્રોએ નિયત નમુનામાં અરજી સાથે ૭/૧૨ પત્રકમાં વાવેતર અંગેની નોંધ, ૮-અ અને બેંક એકાઉન્ટની વિગત સહિતના જરૂરી દસ્તાવેજો સાથે જે તે ગામના તલાટી કમ મંત્રીને તા. ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં અરજી આપી દેવા તથા સમય મર્યાદા વિતી ગયાબાદ આવેલ અરજી સ્વિકારાશે નહિ તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે.(૨૧.૭)

(10:10 am IST)